તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ક્વોલિફિકેશન ન હોય તો પણ ઇસ્ટ લંડન યુનિવર્સિ‌ટીમાં પ્રવેશ મળશે

ક્વોલિફિકેશન ન હોય તો પણ ઇસ્ટ લંડન યુનિવર્સિ‌ટીમાં પ્રવેશ મળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિ‌ટી ઓફ ઇસ્ટ લંડને તાજેતરમાં જ બે નવા કો‌ર્સની શરૂઆત કરી છે. ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન પ્રોગ્રામ અને પ્રી-માસ્ટ‌ર્સ કો‌ર્સ. ખાસ વાત એ છે કે આ કો‌ર્સમાં એવા વિદ્યાર્થી પણ પ્રવેશ લઈ શકશે જે સામાન્ય પ્રવેશપ્રક્રિયા માટે જરૂરી કોઈ એક માપદંડને પૂરો કરી શકતા ન હોય. ઘણી વખત વિદ્યાર્થીનો પ્રવેશ ઉંમરમાં કેટલાક મહિ‌ના ખૂટતા હોવાને કારણે કે પછી એકસાથે ફી પૂરી ન કરવાને કારણે રદ થઈ શકે છે. ભારતીય વિદ્યાર્થીઓને આકર્ષિ‌ત કરવા યુનિવર્સિ‌ટી દિલ્હીમાં તેની ઓફિસ શરૂ કરવા જઈ રહી છે. એક ખાસ ટીમ ભારતીય વિદ્યાર્થીઓને લંડનની પ્રવેશ પ્રક્રિયા અને ત્યાં રહવા અંગેની માહિ‌તી આપવા હાજર રહેશે. ફેબ્રુઆરી, ૨૦૧૪માં શરૂ થઈ રહેલા પોસ્ટ ગ્રેજ્યુએટ ર્કોસિ‌સ અંગે ઇન્ડિયન નેશનલ સ્કોલરશિપ પણ મળશે, જેને માટે વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.