તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કોંગ્રેસની દિવાળી શુભેચ્છામાં ગાંધી સરદાર ઝળક્યા

કોંગ્રેસની દિવાળી શુભેચ્છામાં ગાંધી-સરદાર ઝળક્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ગુજરાતની પ્રજાને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી છે. કોંગ્રેસના શુભેચ્છા સંદેશમાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ ઝળક્યા છે. દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે રાજ્યનાં તમામ ભાઈ-બહેનોને સારું શિક્ષણ, આરોગ્ય સાથે રોજગારી ઉપલબ્ધ થાય, સર્વ સમાવેશક વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચે, ગુજરાતના નાગરિકોનું જીવન સુખમય, આનંદમય અને પ્રફુલ્લિત રહે તેવી શુભકામના પાઠવી છે. ગાંધી-સરદારના ગુજરાતના ગૌરવવંતા નાગરિકો ભારતનિર્માણમાં સહભાગી બનવા તેમણે અપીલ કરી છે. ઉપરાંત, કોંગ્રેસ અગ્રણી શક્તિસિંહ ગોહિ‌લે પણ ગુજરાતની પ્રજાને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી છે.