તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મંત્રીઓ , અધિકારીઓમાં આ વખતે દિવાળીમાં બહાર જવા અંગે મિશ્ર વલણ જોવા મળ્યું છે

મંત્રીઓ , અધિકારીઓમાં આ વખતે દિવાળીમાં બહાર જવા અંગે મિશ્ર વલણ જોવા મળ્યું છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર
સતત રાજકારણ અને સરકારી કામકાજમાં વ્યસ્ત રહેતા નેતાઓ દિવાળીનો તહેવાર પરિવાર સાથે ગાળીને વર્ષભર સ્વજનો પાસેથી સાંભળવા મળતી અમને તો સમય જ નથી આપતા.’ની મીઠી ફરિયાદને શાંત કરવાની કોશિશ કરે છે. મોટાભાગનાં મંત્રીઓ અને રાજકીય નેતાઓ રાજકારણનાં કેન્દ્રબિંદુ ગાંધીનગરને બદલે પોતાના વતનમાં પોતાના પરિવાર અને મિત્રો સાથે રહીને આ દિવાળી ઊજવશે. તો કેટલાં નેતાઓએ પરિવાર સાથે પરદેશની વાટ પકડી છે. ઊર્જા‍મંત્રી સૌરભ પટેલ દુબઇ ફરવા ગયા છે ,જ્યારે અન્ય મંત્રીઓ પોતાના ઘરે પરિવાર સાથે જ દિવાળી મનાવવાના છે. કેટલાક આઇએએસ અધિકારીઓએ વેકેશનમાં વિવિધ સ્થળોએ ફરવા જવાનું આયોજન કર્યુ છે જ્યારે કેટલાકે પરિવાર સાથે ઘરે તહેવાર ઊજવશે. વિરોધપક્ષ કોંગ્રેસમાં પણ કંઈક આવો જ માહોલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતાઓએ તેમનાં વતનમાં જઈ ટેકેદારો અને મિત્રો સાથે દિવાળીનો તહેવાર ઉજવવાનું આયોજન કર્યું છે. આથી આ દિવસોમાં ગાંધીનગરની સત્તાનાં ગલિયારા સૂનાં ભાસશે.