તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જીપીએસસી પેપર લીક કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ

જીપીએસસી પેપર લીક કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
જીપીએસસી પેપર લીક થવાના કેસની તપાસ શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝા એ આખરે ક્રાઈમ બ્રાંચને સોંપી દેતા સ્થાનિક પોલીસ કરેલી તપાસ અંગે અટકળો સર્જા‍ઈ છે. ક્રાઈમ બ્રાંચના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એન.ઝાલાએ કેસની તપાસ શરૂ કરી હોવાનું જાણવા
મળ્યું છે.
જીપીએસસીનું પેપર ફૂટવાના કેસમાં ગુજરાત યુનિવર્સિ‌ટી પોલીસે અત્યારસુધી પરીક્ષાર્થી ધીરેન રાજગોર, દિલીપ ચૌધરી, ભુવલ ચૌધરી અને હિ‌તેશ દેસાઈ ઉર્ફે ચિન્ટુ એમ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.આ ચારેયની તપાસમાં પોલીસને વધુ સરકારી કર્મચારીઓના નામો જાણવા મળ્યા હતા. જો કે, પછીથી ગુજરાત યુનિવર્સિ‌ટી પોલીસે વધુ એક પણ સંડોવાયેલા શખ્સને શોધી શકી ન હતી.