તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સાણંદમાં પિતા પુત્ર પર કાળ ફરી વળ્યો

સાણંદમાં પિતા-પુત્ર પર કાળ ફરી વળ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.સાણંદ
સાણંદ- સરખેજ હાઇવે પર સોમનાથ સોસાયટી નજીક પૂરપાટ જતાં ટ્રેલરે આગળ જઇ રહેલ બાઇકને ટકકર મારતાં બાઇકચાલક પિતા-પુત્રના સ્થળ ઉપર જ મોત નીપજયાં હતાં. ટ્રેલરચાલક ટ્રેલર મૂકીને નાસી છૂટયો હતો. બાવળા તાલુકાના મેણીગામે રહેતાં નારણભાઇ લાલજીભાઇપટેલ અને તેમનો પુત્ર કુકાભાઇ પોતાનું બાઇક લઇને પોતાને ગામ મેણીથી ઓગણજ ખાતે પોતાના ધંધાર્થે વાયા સાણંદ થઇને જઇ રહ્યા હતા ત્યારે બપોરે લગભગ ૧ર વાગ્યાના સુમારે સાણંદ- સરખેજ રોડ પર સાણંદની સોમનાથ સોસાયટી નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ જઇ રહેલ ટ્રેલરના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક જમીન જતાં પિતા-પુત્ર પરથી આખી ટ્રક ફરી વળતાં બંનેના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યાં મોત નીપજયાં હતાં. બંને પિતા-પુત્ર રસોઇયા તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને ઓગણજ ખાતે દિવાળી ટાણે પૈસાની લેવડ દેવડ કરવા જઇ રહ્યા હોઇ તેમની પાસેથી રૂ.૩,૭૦,૦૦૦ની રોકડ મળી આવી હતી. સાણંદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રેલરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.