તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જામવાળા પાસેથી સિંહનું આંતરિક લડાઇમાં મોત

જામવાળા પાસેથી સિંહનું આંતરિક લડાઇમાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
ગિર જંગલની જામવાળા રેન્જમાં આવેલા કુંડીજાળા વિસ્તારમાંથી આજે એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. તેને શરીર પણ થયેલી ઇજાનાં નિશાનો પરથી તેનું મોત ઇન્ફાઇટમાં થયાનું અનુમાન થઇ રહ્યું છે. વનવિભાગે સિંહનાં મૃતદેહનું પીએમ કરાવી એફએસએલમાં વિશેરા મોકલી આપ્યા છે.
જાણવા મળ્યા મુજબ, ગિર જંગલની જામવાળા રેન્જનાં કુંડીજાળા વિસ્તારમાંથી આજે એક સિંહનો મૃતદેહ પડયો હોવાની જાણ વનવિભાગને થઇ હતી. આથી આર.એફ.ઓ. એલ. એમ. પરમાર સહિ‌તનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સિંહની ઉમર આશરે ૧૦ થી ૧૧વર્ષની હોવાનું માલુમ પડયું હતું. જ્યારે તેનાં શરીર પરની ઇજાનાં નિશાનોને લઇને તેનું મોત ઇન્ફાઇટને લીધે થયાનું અનુમાન થઇ રહ્યું છે.