તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચોપડાપૂજન કેવી રીતે કરશો?

ચોપડાપૂજન કેવી રીતે કરશો?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોપડા શુભ મુહૂર્તમાં સૌપ્રથમ ગણેશજીની આરાધના કરી દીપ પૂજન કરાય છે. ત્યારબાદ શારદાપૂજન કરાય છે. તેમજ લક્ષ્મીપૂજન કરાય છે. સાથે આરોગ્યની સુખાકારી માટે મહાકાળીની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. ચોપડાપૂજનમાં જે મિતિ લખવામાં આવે છે તેમાં લખાય છે. શ્રી ગણેશાય નમ: શ્રી શારદાય નમ: શ્રી મહાલક્ષ્મૈય નમ: શ્રી મહાકાલ્યે નમ: શ્રી નારાયણાય નમ: શ્રી કુબેરભંડારના ભંડાર ભરપુર રહેજો. તેવી મિતિ ચોપડામાં લખી નવા વર્ષના ચોપડામાં લખ સાથિયો, શ્રી સવા અને પંચતત્ત્વોના પાંચ ચાલ્લા કરી ચોપડાપૂજનમાં મૂકવામાં આવે છે. જેથી વેપારધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ સાથે સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થાય છે. તેમ જ જીવનમાં સુખ અને સંતોષ પ્રાપ્ત થાય છે.
ચોપડાપૂજન માટેનાં શુભ મુહૂર્તો
સવારે ૮.૧૧થી ૯.૩પ ચલ, ૯.૩પ થી ૧૦.પ૯ લાભ, ૧૦.પ૯થી ૧૨.૨૩ અમૃત, ૧૩.૪૭થી ૧પ.૧૧ શુભ, ૧૮.૦૦થી ૧૯.૩પ શુભ, ૧૯.૩પથી ૨૧.૧૧ અમૃત, ૨૧.૧૧થી ૨૨.૪૭ ચલ, મોડી રાત્રે ૪.૪૭થી ૬.૩૯ ચંદ્ર બુધ શુક્રની હોરા-શુભ ચોઘડિયું.