તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઈસ્કોન બ્રિજ નીચે કારચાલકે ટ્રાફિક પોલીસ હોમગા‌ર્ડ‌ને ફટકાર્યા

ઈસ્કોન બ્રિજ નીચે કારચાલકે ટ્રાફિક પોલીસ-હોમગા‌ર્ડ‌ને ફટકાર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ઈસ્કોન બ્રિજ નીચેથી રોંગ સાઇડમાં કાર લઇને નીકળેલા નબીરાએ ટ્રાફિક પોલીસના આધેડ વયના જવાન અને હોમગા‌ર્ડ‌ના જવાન સાથે રોડ પર ફિલ્મી ઢબે મારામારી કરતા પિક અવ‌ર્સમાં ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો.
બ્રિજ નીચેથી રોંગ સાઇડ પર જઈ રહેલા ૨૭ વર્ષના ચૈતન્ય ગજ્જર નામના યુવકને ટ્રાફિક પોલીસે અટકાવ્યો હતો, પરંતુ તેણે ઊલ્ટાનું ટ્રાફિક પોલીસના જવાન સાથે ઝઘડો કરી એમ કહ્યું હતુ કે, હું તો છેલ્લાં ૨પ વર્ષથી આ રોડ પર આવી જ રીતે રોંગ સાઈડમાં જઉં છું. તું મને પકડવાવાળો કોણ છે?’ ત્યાર બાદ તેણે યુનિફોર્મમાં હાજર ટ્રાફિક પોલીસ અને હોમગા‌ર્ડ‌ના જવાન સાથે મારામારી કરતા સેટેલાઇટ પોલીસે તેની ધરપકડ કરી હતી.ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઈશ્વરભાઇ શુક્રવારે સવારે ૭.૩૦ વાગ્યાથી બપોરે ૩.૩૦ વાગ્યા સુધીની શિફ્ટમાં ઇસ્કોન બ્રિજ નીચે ટ્રાફિક નિયમનમાં ફરજ બજાવી રહ્યા હતા. સવારે ૧૦.૩૦ વાગ્યે સેટેલાઈટ પોલીસ સ્ટેશન પાસેથી એક આઇટેન કાર રોંગ સાઈડમાં આવતા ઈશ્વરભાઇએ તે કારચાલકને રોકવા ઇશારો કર્યો હતો. જોકે તે કારચાલકે સીટ બેલ્ટ પણ પર્હેયો ન હોવાથી ઈશ્વરભાઇએ તેને ઊભો રાખ્યો હતો. પૂછપરછ કરતા તે પાલડીના નારાયણનગર રોડ પરના સાબર ફ્લેટમાં રહેતો ચૈતન્ય ગજ્જર((૨૭)) હોવાનું જાણવા મળ્યું હતું.
ઈશ્વરભાઇએ તેને ૧૦૦ રૂપિયા દંડ ભરવા કહ્યું હતું, પરંતુ દંડ ભરવાની વાત સાંભળીને તે ઉશ્કેરાયો હતો અને કારમાં બેઠાં બેઠાં ઈશ્વરભાઇને કહ્યું હતું કે, હું છેલ્લાં ૨પ વર્ષથી આ રોડ પર આ જ રીતે રોંગ સાઈડમાં જઉં છું. તું મને પૂછવાવાળો કોણ છે.’ આમ કહેવાની સાથે તેણે પોલીસકર્મી સાથે ઝઘડો શરૂ કર્યો હતો.ઈશ્વરભાઇ તેની કારની આગળ ઊભા રહી ગયા હતા અને તેને રોક્યો હતો. ત્યાર બાદ ચૈતન્ય કારમાંથી નીચે ઊતર્યો હતો અને ઈશ્વરભાઇ સાથે રોડ પર મારામારી કરવા લાગ્યો હતો. જોકે ઈશ્વરભાઇએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા સેટેલાઈટ પોલીસની મોબાઈલ વાન આવી પહોંચી હતી અને ઈશ્વરભાઇ અને ચૈતન્યને સેટેલાઈટ પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.