તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધોની, કોહલી એવો‌ર્ડ‌ માટે નોમિનેટ

ધોની, કોહલી એવો‌ર્ડ‌ માટે નોમિનેટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી . દુબઇ
ભારતના સુકાની મહેન્દ્રસિંહ ધોની અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પીપલ્સ ચોઇસ એવો‌ર્ડ‌્સ માટે નોમિનેટ કર્યા હતા. આ એવો‌ર્ડ‌્સના વિજેતાની જાહેરાત ૧૩ ડિસેમ્બરે ૧૦મા વાર્ષિ‌ક એવો‌ર્ડ‌્સ દરમિયાન કરવામાં આવશે. આ અંગે આઇસીસીએ આપેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે આ પુરસ્કાર માટે ઓસ્ટ્રેલિયાના માઇકલ ક્લાર્ક, ઇંગ્લેન્ડનો એલિસ્ટર કૂક, ભારતનો મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાના એબી ડી વિલિય‌ર્સને નોમિનેટ કરવામાં આવ્યા છે.
કોહલી અને ધોની પહેલા પણ આ પુરસ્કાર માટે નોમિનેટ થયા હતા. કોહલીએ વર્ષ ૨૦૧૨માં આઇસીસી સર્વશ્રેષ્ઠ ક્રિકેટર ઓફ ધ યરનો એવો‌ર્ડ‌ જીત્યો હતો જ્યારે ધોનીએ ૨૦૦૮, ૨૦૦૯માં આ પુરસ્કાર જીત્યો હતો. ક્રિકેટપ્રેમી એલજી આઇસીસી એવો‌ર્ડ‌્સડોટ કોમ પર અથવા ટ્વિટર પર હૈશટેગ એલજીઆઇસીસી એવો‌ર્ડ‌્સ પર લોગ ઇન કરીને વોટ આપી શકે છે. વોટિંગ શનિવારથી શરૂ થઇ ગયું છે અને ૨૩ નવેમ્બર સુધી ચાલુ રહેશે. વિજેતાના નામની જાહેરાત ૧૩ ડિસેમ્બરે કરવામાં આવશે. આ વર્ષે એલજી આઇસીસી એવો‌ર્ડ‌્સનું દસમું વર્ષ છે. જેમાં આ વર્ષે ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે ઔપચારિક કાર્યક્રમની જગ્યાએ વિશેષ ટીવી શો હશે જેનું પ્રસારણ કરવામાં આવશે. તેમાં વિજેતા અને નોમિનેટ થયેલા ખેલાડીઓનું ઇન્ટરવ્યૂં પણ હશે.