તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ક્રિશ ૩નો પ્રથમ દિવસે જ ૨પ કરોડનો વકરો

ક્રિશ-૩નો પ્રથમ દિવસે જ ૨પ કરોડનો વકરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજન્સી, નવી દિલ્હી
સુપરહીરો સાયન્સ-ફિકશન ડ્રામા ક્રિશ-૩ એ બોક્સ ઓફિસમાં ખૂબ જ ઊંચી ઉડાનથી શરૂઆત કરી છે. મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરોમાં પ્રથમ દિવસે જ બમ્પર ઓપનિંગ મળ્યું છે અને ૨પ કરોડ રૂપિયાનો વકરો થયો છે.
નિષ્ણાતોના મતે રિતિક રોશન અભિનિત આ ફિલ્મને બમ્પર ઓપનિંગ એટલા માટે કહેવાય છે. કેમ કે, શુક્રવારે તે રીલિઝ થઇ તે દિવાળી પહેલાનાં દિવસ અને રજા વગરનો દિવસ હતો આમ છતાં ૨પ કરોડની આવક ખૂબ જ જોરદાર કહેવાય. ૨૦૦૩માં રીલિઝ થયેલી કોઇ મિલ ગયા ફિલ્મની સીકવલમાં ત્રીજા નંબરની ગણાતી ક્રિશ-૩ ફિલ્મમાં સ્પેશિયલ ઇફેક્ટસ અને એકશન દૃશ્યોનો ભરપૂર અને ખૂબ જ યોગ્ય રીતે ઉપયોગ કર્યો છે. ફિલ્મ દ્વારા રિતિક રોશન ફરી એકવાર સુપરહીરો પુરવાર થયો છે. પીવીઆર પિકચ‌ર્સના સીઓઓ દીપક શર્માએ જણાવ્યું હતું કે ફિલ્મને બમ્પર ઓપનિંગ મળ્યું છે અને તે બ્લોકબસ્ટર સાબિત થશે. શર્માએ જણાવ્યું હતું કે ક્રિશ-૩નું ઓપનિંગ રોહિ‌ત શર્માની ચેન્નાઇ એક્સપ્રેસ કરતાં પણ સારું રહ્યું છે. એકવાર દિવાળીની રજાઓ શરૂ થઇ ગયા બાદ તે જબરદસ્ત બિઝનેસ કરશે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું હતું કે અંદાજે ૧પ૦ કરોડ રૂપિયાના ખર્ચે બનનારી આ ફિલ્મ શુક્રવારે દેશભરમાં લગભગ ૩,પ૦૦ થિયેટરોમાં રીલિઝ થઇ છે. દેશના મેટ્રો શહેરો ઉપરાંત ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના અંતરિયાળ પ્રાંતમાં પણ સારો બિઝનેસ કર્યો છે. કેટલાંક થિયટરોમાં તો ગુરુવાર સુધીના બુકિંગ થઇ ગયા છે. ફિલ્મના નિર્માતા અને નિર્દેશક રાકેશ રોશને ફિલ્મ ૧,૦૦૦ કરોડની કમાણી કરશે એવી આશા વ્યક્ત કરી છે.