તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • નવા વર્ષે સેન્સેક્સની રેન્જ ૧૬૩પ૦ ૨૩પપ૦ વચ્ચે રહેશેૃચ્ ’

નવા વર્ષે સેન્સેક્સની રેન્જ ૧૬૩પ૦-૨૩પપ૦ વચ્ચે રહેશેૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નયન . પટેલ
ઓગસ્ટ ૨૦૧૩માં ૧૭૪૪૮નું બોટમ બનાવ્યા પછી ટવેન્ટી ટવેન્ટી મેચની જેમ ઝંઝાવાતી સ્પીડે સેન્સેક્સના નવા હાઇ છતાં મોટા ભાગના રિટેલ ટ્રેડરો અને રોકાણકારો માટે સંવત ૨૦૬૯નું વર્ષ નિરાશાજનક પુરવાર થયું છે કેમ કે મીડકેપ ઇન્ડેક્સ વધીને ૮૬૭૮ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧૧૦૪૪ થયેલ. સંવત ૨૦૬૯ના અંતે સેન્સેક્સ- નિફટી હાઇ લેવલે હોવા છતાં મીડકેપ ઇન્ડેક્સ ૬૧૦૦ જેવો છે જે તેના હાઇથી ૨પ૭૮ પોઇન્ટ નીચે અને સ્મોલકેપ ઇન્ડેક્સ પ૯૦૦ આસપાસ છે જે તેના હાઇથી પ૧૪૪ પોઇન્ટ નીચે છે. સેન્સેક્સ હાઇ લેવલે હોવા છતાં સેન્સેક્સ બહારના મોટા ભાગના શેરો તેઓના ઓલટાઇમ હાઇથી પ૦થી ૯૦ ટકા જેવા નીચા લેવલે છે. આજની તારીખે પણ રિટેલ રોકાણકારોના કામકાજ તથા કેશ માર્કેટમાં ડિલિવરી બેઝ કામકાજ સાત વર્ષના તળિયે પહોંચી ગયા છે. સેન્સેક્સ- નિફટી હાઇ થવા છતાં મોટાભાગના રિટેલ ટ્રેડરો અને રોકાણકારોમાં ઉત્સાહના બદલે ભારે નિરાશા -હતાશા જોવાઇ રહી છે.