તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જીવનમાં ઉજાસ કેવી રીતે પથરાશે

જીવનમાં ઉજાસ કેવી રીતે પથરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શું જીવન બોજ છે કે પછી ભેટ((ઉપહાર))છે. નિ‌શ્ચિ‌તપણે તે ઇશ્વરની દેન છે. તેને વધુ સારું કેવી રીતે બનાવી શકાય છે. દરરોજ જીવનમાં કંઇક સારું અને ખરાબ બને છે. હંમેશાં સારી સકારાત્મક ચીજોને યાદ રાખો. પોતાની જાતને સફળ કરવાની રીત આ સકારાત્મકતામાં જ છુપાયેલી છે.આ માટે ૯૦ વિદ્યાર્થીઓને લઇને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. સતત ત્રણ દિવસ થયેલા અનુભવો અંગે ૪પ વિદ્યાર્થીઓએ લખ્યું છે. બાકીના અડધા વિદ્યાર્થી‍ઓએ આ ચીજ-વસ્તુઓ વિષે લખ્યું છે. જેનાથી તેઓ ભાવનાત્મકરૂપથી પ્રભાવિત થયા નથી.
ત્રણ મહિ‌ના પછી ખબર પડી કે જે વિદ્યાર્થીઓએ સકારાત્મકતા વિષે લખ્યું છે તેમનો મિજાજ અને વિચારનું સ્તર ખૂબ જ ઊંચું છે. જ્યારે ભાવનાત્મકરૂપથી અપ્રભાવિત થવા અંગે આવી કોઇ નોંધ કરવામાં આવી નથી. આથી, એ જોવામાં આવ્યું કે સકારાત્મક પળ હંમેશાં જીવનમાં આર્શીવાદની જેમ રહે છે. જો તમારી સાથે આમ ન થાય તો, ચિંતા ન કરો. માત્ર સારી ઘટનાઓને યાદ કરતા રહો. માત્ર એક ઘટનાથી તમારી સકારાત્મકતા વધવા લાગશે. તે જ તમને આગળ લઇ જશે અને તમારા દરેક દિવસને સારો બનાવવા લાગશે. દરેક દિવસને સારો બનાવવા માટે તમારે વારંવાર પ્રયાસ કરવાના રહેશે. સારું વિચારવું અને મગજમાં સારો ભાવ પેદા કરવો એ માત્ર એક દિવસનું કામ નથી. તે અવિરત ચાલનારી સફર જેવું છે. તેનાથી સૌથી મોટો ફાયદો એ છે કે તમારો અહંકાર ઓછો થશે. એક તબક્કે તે રહેશે પણ નહીં. જીવન સરળ બની જશે. જાણે કે ઇશ્વરનું વરદાન હોય. મનમાં ક્યાંક બેચેની અથવા પરેશાની હોતી નથી. ન કોઇ વાતનું દુ:ખ રહે છે.દુ:ખ ન હોવાની સ્થિત જ તમને ઉજાસ તરફ લઇ જાય છે.