તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • શનિવારે કાળી ચૌદશ હોવાથી હનુમાન મંદિરોમાં ભીડ ઊમટી

શનિવારે કાળી ચૌદશ હોવાથી હનુમાન મંદિરોમાં ભીડ ઊમટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
શનિવારે કાળી ચૌદશ હોવાથી આ દિવસે હનુમાનજીની ઉપાસના વિશેષ ફળદાયી હોવાથી લોકો મોટી સંખ્યામાં ભાવિકો હનુમાન મંદિરોમાં ઊમટી પડયા હતા. વિઘ્ન-બાધા નિવારણ માટે કાળી ચૌદશની રાત્રે ભૈરવરૂદ્ર, હનુમાનજી, મહાકાળી માતાની પૂજા અને પ્રાર્થના કરાય છે. આથી આ માતાજીનાં મંદિરોમાં પણ ભીડ જોવા મળી હતી. શહેરના જાણીતા એવા કેમ્પ હનુમાન મંદિરે રાત્રે બાર કલાકે વિશેષ આરતી કરાઈ હતી. ચૌદશની રાત્રે લોકો સ્મશાનગૃહમાં પણ વિધિ કરાવવા માટે ગયા હતા.