તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દાગીના લૂંટવા બાઈકસવારોનો સોની પર બે રાઉન્ડ ગોળીબાર

દાગીના લૂંટવા બાઈકસવારોનો સોની પર બે રાઉન્ડ ગોળીબાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
સોલા ઓવરબ્રિજ નીચેના સર્વિ‌સ રોડ પરથી શુક્રવારે મોડી રાતે ઈટર્નો પર ઘરે જઈ રહેલા સોનીનો થેલો લૂંટવાના ઇરાદે બે બાઈકસવાર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જોકે વેપારીને કોઈ ઈજા થઈ નહોતી. ગોળીબાર કરતા પહેલાં લૂંટારુંઓએ થેલો લૂંટી લીધો હતો, જોકે થેલામાં ચાવીઓ અને ટિફિન સિવાય બીજું કશું ન હતું.
રાણીપની શ્રીજી સોસાયટી-૧ માં રહેતા અને સાયન્સ સિટી રોડ પર સોના-ચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવતાં પ્રકાશ પટેલ શુક્રવારે રાતે ૧૦.૩૦ વાગ્યે ખભે થેલો લટકાવીને ઈટર્નો લઇને સોલા ઓવરબ્રિજ નીચેના સર્વિ‌સ રોડ પરથી ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બે બાઈકસવારે તેમનો થેલો ખેંચવા પ્રયાસ કર્યો હતો. જોકે પ્રકાશ પટેલે થેલો પકડી રાખતા બાઈક પાછળ બેઠેલા એક લૂંટારુંએ તેમની પર બે ગોળી છોડી હતી જ ઈટર્નોના સાઈડના કાચ પર વાગીને આરપાર નીકળી ગઇ હતી. પ્રકાશભાઇ રોડ પર પટકાતાં લૂંટારુંઓ થેલો લૂંટી નાસી છૂટયા હતા.