તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આજે પ્રકાશનું પર્વ દિવાળી : પેઢીઓ અને મંદિરોમાં ચોપડાપૂજન કરાશે

આજે પ્રકાશનું પર્વ દિવાળી : પેઢીઓ અને મંદિરોમાં ચોપડાપૂજન કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
રવિવારે દીવાળીના દિવસે મોટી સંખ્યામાં પેઢીઓ અને મંદિરોમાં ચોપડાપૂજન કરાય છે. જોકે આજે ચોપડાપૂજનની સાથે કમ્પ્યૂટર, લેપટોપ, ટેબ્લેટનું પૂજન પણ કરાશે. દિવાળીએ ચોપડાપૂજન સાથે સરસ્વતી
પૂજન કરવાથી વેપાર ધંધામાં પણ વૃદ્ધિ થાય છે.
સ્વાતિ નક્ષત્ર અને આયુષ્યમાન યોગ હોવાથી દિવાળીનો દિવસ ઉત્તમ છે. આ દિવસે કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે, પરંતુ ભારતમાં દેખાવાનું ન હોવાથી ધાર્મિ‌ક દ્રષ્ટિએ પાળવાનું નથી. ચોપડાપૂજન અને લક્ષ્મીપૂજનમાં કોઇ તકલીફ નહી પડે. શહેરના અનેક મંદિરોમાં ચોપડાપૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વસ્ત્રાપુર ખાતેની કલ્યાણપુષ્ટિ હવેલીમાં સાંજે ૭ કલાકે ચોપડાપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી પ્રસંગે આખા મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. કાલુપુર સ્વામીનારાયણ મંદિર ખાતે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા સાંજે ૬ કલાકે ચોપડાપૂજન કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન સ્વા્મિનારાયણ ભગવાનની મહાઆરતી કરાશે.