તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વટવામાં ટીવીના અવાજના મામલે પાડોશીની હત્યા

વટવામાં ટીવીના અવાજના મામલે પાડોશીની હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
વટવાના સાઈન પાર્કમાં રહેતા સલીમખાન મુલતાણીના ઘરમાં શુક્રવારે ટીવીનો અવાજ વધારે હોવાથી પાડોશી સિકંદર મોહંમદશાએ આ મામલે ઝઘડો શરૂ કર્યો હતો.
ઝઘડો ઉગ્ર બનતાં સિકંદર મોહંમદશા અને તેમના સગા ઈબ્રાહીમ મોહંમદશા અને મહંમદ ઐયુબે તીક્ષ્ણ હથિયારોથી સલીમખાન, ઝુબેરખાન અને જમશેદ પર હુમલો કર્યો હતો, જેમાં સલીમખાનને ગંભીર
ઈજાઓ પહોચતાં તેમને મણિનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું શનિવારે મૃત્યુ થયું હતું. આ અંગે વટવા પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે આરોપી પક્ષોએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે.