તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તહેવારોમાં જ ૃચ્ ’રિવરફ્રન્ટનો વોક વે ૃચ્ ’ગા‌ર્ડ‌ વિના રેઢો

તહેવારોમાં જ ૃચ્/’રિવરફ્રન્ટનો વોક વે ૃચ્/’ગા‌ર્ડ‌ વિના રેઢો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
અમદાવાદ મ્યુનિ.સંચાલિત વીએસ હોસ્પિટલમાં લાખો રૂપિયાની રોકડની ચોરી થઈ છતાં ૨૦૦ સિક્યુરિટી ગા‌ર્ડ‌નો મલાઈદાર કોન્ટ્રાક્ટ ધરાવતી ડોક્સન સિક્યુરિટી એજન્સીનો વાળ પણ વાંકો ન થયો. હવે સાબરમતી રિવરફ્રન્ટ વોકવે માટે સિક્યુરિટીનો જેને કોન્ટ્રાક્ટ અપાયો છે તે યુનિક ડેલ્ટા સિક્યુરિટી એજન્સીએ બે મહિ‌નાથી તેના ગા‌ર્ડ‌નો પગાર ન કરતાં મોટાભાગના ગા‌ર્ડ‌ જતા રહ્યા છે. આમ દિવાળીના તહેવારોની સિઝનમાં સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે સિક્યુરિટી વિહોણો થઇ ગયો છે. આ અંગે સાબરમતી રિવરફ્રન્ટના સિક્યુરિટી સલાહકાર આઇ.પી.કક્કડ સાથે વાત કરતાં તેમણે કોઇ પણ પ્રકારની વાત કરવાનું ટાળીને ફોન કાપી નાંખ્યો હતો.