તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • @મધ્યમ વર્ગ માટે સપરિવાર ફિલ્મ જોવા જવું મોંઘું બન્યું

@મધ્યમ વર્ગ માટે સપરિવાર ફિલ્મ જોવા જવું મોંઘું બન્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર કે અન્ય તહેવારોનું આગમન થાય કે તુરંત જ મલ્ટિપ્લેક્સ માલિકો ફિલ્મની ટિકિટના દરમાં બેફામ વધારો ઝીંકી દે છે. સામાન્ય રીતે શહેરમાં આઉટ ઓફ સિઝનમાં મલ્ટિપ્લેક્સમાં ફિલ્મોની ટિકિટ રૂ.૧૦૦માં વેચાતી હોય છે પણ દિવાળીના આગમનની સાથે રાતોરાત ટિકિટના ભાવ રૂ.૩પ૦ નક્કી કરી દેવામાં આવે છે અને ત્યારબાદ તો તહેવારોની સિઝનમાં આ ભાવ રૂ. પ૦૦ની નજીક પહોંચી ગયો છે. આ રીતે જોઈએ તો અમદાવાદના મલ્ટિપ્લેક્સ માલિકો રીતસરની ઉઘાડી લૂંટ કરી રહ્યાં છે બીજી તરફ રાજ્ય સરકારના મહેસુલ વિભાગના તાબા હેઠળ આવતો મનોરંજન કર વિભાગ પણ કાયદાની આંટીઘૂંટીની દુહાઇ આપીને શહેરીજનોને રાહત આપે તેવા કોઇ પગલાં ભરતો નથી.
શુક્રવારના રોજ ક્રિશ-૩’ ફિલ્મ રિલીઝ થઇ છે. આ ફિલ્મ રિલીઝ થઇ તે પહેલા મોટાભાગના મલ્ટિપ્લેક્સમાં ટિકિટના દર મોિન્ર્‍ાંગ શોમાં રૂ.પ૦થી માંડીને રૂટિન શોના રૂ.૧૦૦થી ૧૨૦ હતા.પરંતુ દિવાળી આવતાં જ ટિકિટના ભાવ ત્રણ ગણા વધારી લઘુતમ રૂ.૧૮૦થી માંડીને રૂ.૩પ૦ સુધી કરી દીધા છે. આ અંગે કલેક્ટર કચેરીના એક અધિકારીએ માહિ‌તી આપી હતી કે,સિનેમા એક્ટમાં એવી જોગવાઇ છે કે,મલ્ટિપ્લેક્સમાં ટિકિટના દર નક્કી કરવાની સત્તા માલિકની છે. માત્ર મનોરંજન કર વિભાગ તો કર ઉઘરાવે છે જેમાં મલ્ટિપ્લેક્સ માલિક ટિકિટના દર અંગેની ઔપચારિક જાણ તંત્રને અઠવાડિયાના પહેલા દિવસે કરે છે તેના આધારે તંત્ર દ્વારા મનોરંજન કર ઉઘરાવવામાં આવે છે.’