તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પીઈ ભંડોળ ઘટી નવ માસના તળિયે

પીઈ ભંડોળ ઘટી નવ માસના તળિયે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ . નવી દિલ્હી
બજારની અસ્થિરતાના કારણે સપ્ટેમ્બર માસમાં પ્રમોટ‌ર્સ અને શેરધારકોને પ્રેફરેન્શિયલ ધોરણે શેરો ફાળવીને એકત્રિત કરવામાં આવતું ભંડોળ રૂ. ૯૨૬ કરોડનું થયું છે જે નવ માસનાં તળિયે ગણાવી શકાય.
બજાર નિયમનકારી સેબી દ્વારા આપવામાં આવેલી તાજેતરની માહિ‌તી અનુસાર ઓગસ્ટ માસમાં કંપનીઓ દ્વારા પ્રેફરેન્શિયલ ધોરણે એકત્રિત કરવામાં આવતું ભંડોળ રૂ. ૧,૦૬૨ કરોડનું થયું હતું. સપ્ટેમ્બર માસનો આંકડો જાન્યુઆરી ૨૦૧૩ બાદના તળિયે છે તે વખતે કંપનીઓએ રૂ. ૮૭૯ કરોડનું ભંડોળ મેળવ્યું હતું.
ઉપરાંત આ પ્રકારના ઇશ્યૂની સંખ્યા પણ સપ્ટેમ્બરમાં ઘટીને ૩૨ની થઈ છે જે ઓગસ્ટમાં ૩પની હતી. નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪ના એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન કંપનીઓએ ૨૨૦ પ્રેફરેન્શિયલ ઇશ્યૂ મારફતે કુલ રૂ. ૩૧,૪૮૬ કરોડનું ભંડોળ મેળવ્યું છે.
સકેકન્ડરી બજારની ખરાબ સ્થિતિને કારણે પ્રેફરેન્શિયલ ધોરણે ભંડોળ મેળવવાની પ્રક્રિયા ધીમી પડી છે. નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ દરમિયાન કંપનીઓએ પ્રેફરેન્શિયલ ધોરણે શેરોની ફાળવણી કરીને રૂ. ૪૭ હજાર કરોડ જેટલી રકમ મેળવી હતી જે અગાઉનાં વર્ષે મેળવેલી રૂ. ૨પ,૭૦૯ કરોડ કરતાં ખૂબ જ વધારે ગણાવી શકાય. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન કંપનીઓએ પ્રેફરેન્સિયલ ધોરણે રૂ. ૩૦,પ૧૧ કરોડ મેળવ્યા હતા.