તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સોનાની ટેરિફ વેલ્યૂ ઘટી, ચાંદીની વધી

સોનાની ટેરિફ વેલ્યૂ ઘટી, ચાંદીની વધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ . નવી દિલ્હી
સરકારે સોના અને ચાંદીની આંતરરાષ્ટ્રીય કિંમતોને ધ્યાનમાં રાખીને સોનાની આયાત ટેરિફ વેલ્યૂ ઘટાડીને ૪૪૦ ડોલર પ્રતિ ૧૦ ગ્રામની કરી છે જ્યારે ચાંદીની ટેરિફ વેલ્યૂ વધારીને ૭૩૮ ડોલર પ્રતિ કિ. ગ્રા.ની કરી છે. આયાત ટેરિફ વેલ્યૂ એવી જકાત છે કે જેમાં કોઈ પણ વસ્તુની બેઝ પ્રાઇઝ નક્કી કરવામાં આવે છે અને તેના આધારે તેની ઉપર કસ્ટમ જકાત લેવામાં આવે છે જેથી કરીને આ વસ્તુઓનું બિલ ઓછી કિંમતનું ન બનાવી શકાય.
બે દિવસ પહેલાં સોનાની ટેરિફ વેલ્યૂ વધારીને ૪૪૨ ડોલરની કરવામાં આવી હતી જ્યારે ચાંદીની ટેરિફ વેલ્યૂ ૬૯૯ ડોલર ઉપર યથાવત્ રાખવામાં આવી હતી.. સામાન્યત: ટેરિફ વેલ્યૂમાં દર પખવાડિયે બદલાવ કરવામાં આવે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે કીમતી ધાતુઓની કિંમતમાં અસ્થિરતા સર્જા‍ઈ હોવાને કારણે તેમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ અંગેનું જાહેરનામું સેન્ટ્રલ બો‌ર્ડ‌ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તેમ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.