તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ૨૦૧૩ ૧૪ના ટેકનિકલ કો‌ર્સની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે

૨૦૧૩-૧૪ના ટેકનિકલ કો‌ર્સની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

રાજ્યમાં ટેક્નિકલ કો‌ર્સનું
પ્રશિક્ષણ આપતી કોલેજોમાંની પ્રવેશ પ્રક્રિયા સહિ‌તની વિવિધ
શૈક્ષણિક બાબતોની કામગીરી ગુજરાત ટેક્નિકલ એજ્યુકેશનલ રિસર્ચ સોસા. ((જીટીઇઆરએસ))ના બેનર હેઠળ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
જીટીઈઆરએસ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન થનારી ટેક્નિકલ કો‌ર્સની પ્રવેશ પ્રક્રિયા, ફેકલ્ટી ડેવલપમેન્ટ, એકેડેમિક સહિ‌તની વિવિધ પ્રકારની કાર્યવાહી બાબતે મહત્ત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવા માટે રાજ્ય સરકાર અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય કક્ષાનાં
શિક્ષણમંત્રી વસુબહેન ત્રિવેદી, ટેક્નિકલ શિક્ષણ વિભાગના વરિષ્ઠ પદાધિકારીઓ તેમ જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યભરમાં આવેલી ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએની વિદ્યાશાખાની કોલેજોની શૈક્ષણિક વર્ષ ૨૦૧૩-૧૪ માટેની પ્રવેશ પ્રક્રિયા એસીપીસીને જીટીઈઆરએસના ઘટક સાથે સાંકળવાનું નક્કી કરાયા બાદ આ અંગે મહત્ત્વપૂર્ણની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરી શાખાની કોલેજોમાં પ્રવેશ માટે સ્પેશિયલ ટેસ્ટ દાખલ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.