તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ફટાકડાના પૈસાથી ગરીબ બાળકોને મીઠાઈ વહેંચી

ફટાકડાના પૈસાથી ગરીબ બાળકોને મીઠાઈ વહેંચી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ફટાકડા ફોડીને પૈસાનો ધુમાડો કરતા લોકોને રાહ સ્કૂલના વિદ્યાર્થીઓએ ચીંધી છે. કાંકરિયા વિસ્તારની દીવાન બલ્લુભાઇ સ્કૂલના વિદ્યાર્થીઓએ સરદાર પટેલની જયંતી અનોખી રીતે ૂજવવાની મજા માણી હતી. તેમણે ફટાકડા ફોડવાનું માંડીવાળીને ફટાકડા ફોડવા પાછળ થતા ખર્ચની રકમ બચાવી હતી. સાથોસાથ આ બચાવેલી રકમમાંથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મીઠાઇ ખવડાવીને ગરીબ ભૂલકાંઓ અને તેમના પરિવારજનોને દિવાળીની ઊજવણીમાં સામેલ કર્યાં હતાં અને તેમના ચહેરા પર સ્મિત આપીને વિદ્યાર્થીઓએ પણ આનંદનો અનુભવ કર્યો હતો.
દીવાન બલ્લુભાઇના પ્રિન્સિપાલ કિરીટભાઈ જોષીએ જણાવ્યું હતું કે, શાળાના બાળકો દ્વારા સરદાર પટેલને અનોખી રીતે શ્રદ્ધાંજલી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમને વાતાવરણમાં ફટાકડાથી ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ન ફેલાય અને સાથે સાથે ગરીબ બાળકોનાં ચહેરા પર સ્મિત લાવીને દિવાળી ઉજવવાનો સંદેશ અપાયો હતો.
આથી વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડવા માટે જે ખિસ્સા ખર્ચી મળે તે ખિસ્સા ખર્ચીને બચાવી હતી. સ્કૂલના તમામ બાળકોએ સ્વેચ્છાએ ફાળો આપ્યો હતો. આ ફાળાની રકમમાંથી ૭૧૦ મીઠાઇના પેકેટ ખરીદાયા હતા.
સરદાર પટેલ જયંતીના દિવસે આ ભૂલકાંઓ તેમના શિક્ષકો સાથે ખોખરા, પીરાણા વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક ગરીબ પરિવારના ભૂલકાંઓ અને તેમના પરિવાજનોને એકઠા કર્યા હતા. તેમને વ્યસનમુક્તિ, શિક્ષણનું મહત્ત્વ, બેટી બચાવો જેવા સમાજલક્ષી વિચારોને બાળકોમાં વહેતા કર્યા હતા.