તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ળફમાં ૪ ભારતીય પર ૬૧.૮૩ કરોડના ગોટાળાનો આરોપ

ળફમાં ૪ ભારતીય પર ૬૧.૮૩ કરોડના ગોટાળાનો આરોપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ. વોશિંગ્ટન
ચાર ભારતીય-અમેરિકનને ૧૦ મિલિયન અમેરિકી ડોલર ((અંદાજે ૬૧,૮૩,પ૦,૦૦૦ રૂપિયા))નાં ગોટાળો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે અમેરિકાના ઇલિનિઇસ, લોવા,નેબ્રાસ્કા અને વિસ્કોન્સિન રાજ્યમાં આવેલા ૨૬ ગેસ સ્ટેશનો વેચીને આ ગોટાળો કર્યો હતો. ચરણપાલ ધુમાનની ધરપકડ બાદ શિકાગોની કો‌ર્ટેમાં ગઇકાલે ફેડરલ ગ્રાન્ડ જ્યૂરી દ્વારા ૨૩ આરોપ મૂકવામાં આવ્યા છે. અન્ય ત્રણ આરોપીમાં આગા ખાન, આકાશ બ્રભટ્ટ અને શીતલ મહેતાનો સમાવેશ થાય છે.
ધુમાન અને ખાન ગેસ સ્ટેશનોના સહ-માલિક છે અને બેંક લોન દ્વારા નાણાં મેળવનારા ખરીદદારોને તે વેચ્યા છે. તેઓએ કથિતપણે ખરીદદારો ઊભા કર્યા હતા અને બેંક લોન અધિકારી બ્રભટ્ટ દ્વારા લોનની વ્યવસ્થા કરી આપી હતી. તેમાં ટેક્સ રિટર્ન સહિ‌ત ખોટા નાણાંકીય દસ્તાવેજોના આધારે આ લોનની વ્યવસ્થા કરી અપાઇ હતી. ખોટા ટેક્સ રિટર્ન માટેના કાગળો શીતલ મહેતાએ તૈયાર કરી આપ્યા હતા. પાંચમો આરોપી ખાનનો ભાઇ શબ્બીર ખાન છે. તેના પર પણ ટેક્સમાં ગોટાળોનો આરોપ છે.
ટેક્સાસના બ્રભટ્ટ અને ઇલિનોઇસની શીતલ મહેતા સામે બેંક ગોટાળાનો પણ આરોપ છે. તેઓને યુએસ ડિસ્ટ્રિક્ટ કો‌ર્ટમાં નક્કી થનારી તારીખે અદાલતમાં હાજર કરવામાં આવશે.