તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ગારમેન્ટના પાંચ વેપારીની એક કરોડની કરચોરી પકડાઈ

ગારમેન્ટના પાંચ વેપારીની એક કરોડની કરચોરી પકડાઈ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ઇન્કમટેક્સ વિભાગે ઘી કાંટા અને મિરઝાપુરના રેડીમેડ ગાર્મેન્ટના પાંચ હોલ સેલ‌ર્સને ત્યાં હાથ ધરેલી તપાસમાં એક કરોડની કરચોરી પકડાઈ છે. ઉપરાંત બિલ વગરનો માલ વેચાતો પકડી લેવાયો છે.ઇન્કમટેક્સ વિભાગના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યાનુસાર મૂકેશ રંગવાની અને અનિલ રંગવાનીની માલિકીની પેઢીઓ રાહુલ એપેરલ, ફેશન ક્લોથિંગ કંપની, એસ. એમ. એન્ટરપ્રાઇઝ, હરિઓમ ફેબ્રિક્સ અને લક્ષ્મીવિષ્ણુ ફેબ્રિક્સ પર ગુરુવારે બપોરથી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ચોપડે દર્શાવેલા સ્ટોક અને દુકાનમાં રહેલા સ્ટોકમાં તફાવત જોવા મળ્યો હતો. ઉપરાંત બિલ વગર કેટલુંક વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું હતું. બધું મળી કુલ એક કરોડની કરચોરી પકડી પડાઈ છે. આ ઉપરાંત કેટલાક દસ્તાવેજો જપ્ત કરાય છે, જેના વિશ્લેષણ બાદ વધુ કરચોરી મળવાની શક્યતા છે.