તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કાળી ચૌદસના ૃચ્ ’દિવસે હનુમાનજીની ૃચ્ ’ઉપાસના લાભદાયી

કાળી ચૌદસના ૃચ્/’દિવસે હનુમાનજીની ૃચ્/’ઉપાસના લાભદાયી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
આસો વદ ચૌદસને શનિવારના રોજ કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવશે. વિઘ્ન અને બાધા નિવારણ માટે કાળી ચૌદસની રાત્રે ભૈરવરૂદ્ર, હનુમાનજી, મહાકાળી માતાજી જેવા ઉગ્ર દેવી દેવતાઓની પૂજા અને પ્રાર્થના કરવામાં આવે છે.
આ રાત્રિને સિદ્ધદાયિની રાત્રિ પણ માનવામાં આવે છે. તેથી
જ આદિ અનાદિ કાળી કાળી ચૌદસની રાત્રે તંત્ર-મંત્ર-યંત્ર સિદ્ધિ પ્રયોગોનું મહત્ત્વ છે. લોકો રાત્રે હનુમાનજીની અનેકવિધ ઉપાસના કરી જીવનના અનેક પ્રશ્નોને હલ કરી શકે છે.
પંડિત પ્રવીણભાઇ વ્યાસના જણાવ્યાનુસાર, કાળી ચૌદસને દિવસે શક્ય હોય તેટલા વધુ હનુમાન ચાલીસા કરી કષ્ટોમાંથી મુક્ત બની શકાય છે. કાળી ચૌદસની રાત્રિએ હનુમાનજીની ઉપાસના વિશેષ ફળ મળે છે.