• Gujarati News
  • સેન્સેક્સ બીજી વાર ૨પ હજારને પાર કરી ગયો

સેન્સેક્સ બીજી વાર ૨પ હજારને પાર કરી ગયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્ક . અમદાવાદ
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદની શપથવિધી પહેલા શેરબજારોમાં જોરદાર લેવાલીથી બીએસઇ સેન્સેક્સ ૨પ૦૦૦ના આંકને પાર કરી ચૂક્યુ હતું. આવુ બીજી વખત બન્યુ કે જ્યારે સેન્સેક્સ આ સ્તરને પાર કરી ગયો હતો. સેન્સેક્સે ૪૮૨ પોઇન્ટનો વધારો નોંધાવી ૨પ૧૭પ.૨૨ની રેકો‌ર્ડ‌ સ્તરની ઊંચાઇ હાંસલ કરી હતી પણ નફારૂપી વેચવાલીના દબાણે ૨પ૯ પોઇન્ટ ઘટયો હતો. છેલ્લી ઘડીના વ્યાપારમાં વેચવાલીએ જોર પકડતા સેન્સેક્સ ઘટીને ૨૪૪૩૩.૯૦ અંક સુધી નીચે આવી ગયો હતો. બજારમાં તેજીની લેવાલી અને વેચવાલી વચ્ચેના સમય દરમિયાન સેન્સેક્સ ૭૪૧
... અનુસંધાન પાના નં. ૧પ((વિસ્તૃત અહેવાલ બિઝનેસ પાને))

અંકના ક્ષેત્રમાં રહ્યો હતો. અંતે તે ૨૩.પ૩ પોઇન્ટના સાધારણ સુધારા સાથે ૨૪૭૧૬.૮૮ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આ પહેલા પણ સેન્સેક્સ ૧૬ મે એટલે કે ચૂંટણીના પરિણામોના દિવસે ૨પ૦૦૦ ની સપાટી પાર કરીને ૨પ,૩૭પ.૬૩ અંકની રેકો‌ર્ડ‌ સ્તરની ઊંચાઇએ રહ્યો હતો. તે દિવસે પણ નફારૂપી વેચવાલીના દબાણે આ સ્તરને જાળવી શક્યો ન હતો. આ રીતે જ નિફ્ટી પણ ૧૩૬ પોઇન્ટના વધારા સાથે ૭પ૦૪ અંકની સપાટીએ હતો પણ વેચવાલીના દબાણે નીચે આવી અંતે ૮.૦પ પોઇન્ટના ઘટાડા સાથે ૭૩પ૯.૦પ પર બંધ રહ્યો હતો.