• Gujarati News
  • ગરીબ બાળકોને પ્રવેશમાં અનામત મુદ્દે હાઈકો‌ર્ટમાં રિટ

ગરીબ બાળકોને પ્રવેશમાં અનામત મુદ્દે હાઈકો‌ર્ટમાં રિટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
બાળકોને પ્રાથમિક શિક્ષણના મૂળભૂત અધિકાર અને ગરીબ અને સમાજના પછાત વર્ગના બાળકોને શાળામાં ૨પ ટકા અનામત આપવાના સુપ્રીમ કો‌ર્ટના હુકમ અને રાજ્ય સરકારના પરિપત્રો છતાં રાજ્યની શાળાઓમાં આ જોગવાઈઓનું પાલન થતું નથી. આવો આક્ષેપ ગુજરાત હાઈકો‌ર્ટ સમક્ષ થયેલી એક જાહેર હિ‌તની અરજીમાં કરાયો છે. એક જાહેર હિ‌તની અરજીમાં એવી રજૂઆત કરાઈ છે કે જ્યારે સુપ્રીમ કો‌ર્ટે ગરીબ અને પછાત વર્ગના બાળકો માટે શાળામાં ૨પ ટકા અનામતની જોગવાઈ કરવા કહૃ•|ું હોય અને એ જ સંદર્ભે રાજ્ય સરકારે પણ જાહેરનામું બહાર પાડયું હોય તેમ છતાં કેટલીક ખાનગી શાળાઓ તેનું પાલન કરતી નથી. જેના કારણે બાળકોના ભણવાના મૂળભૂત અધિકાર પર વિપરીત
અસર પડે છે.
અરજદારે દાદ માંગી છે કે આ મામલે હાઈકો‌ર્ટ રાજ્ય સરકાર અને સંબંધિત જવાબદારો સામે નિયમના ચુસ્ત પાલન માટેના નિર્દેશો જારી કરે અને ૨પ ટકા અનામત આપવા અંગે સત્તાવાળાઓને હુકમ જારી કરે. દિલ્હી પબ્લિક સ્કૂલનું ઉદાહરણ આપતા આ અરજીમાં આક્ષેપ કરાયો હતો કે આ નિયમ હેઠળ દિલ્હી પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલે પ્રવેશ આપવા ઇનકાર કર્યો હતો. આ માત્ર એક વ્યક્તિને નહિ‌ પણ જનસામાન્યને અસર કરતો મુદ્દો હોવાથી જાહેર હિ‌તની અરજી કરવાની જરૂર પડી હોવાની રજૂઆત પણ કરાઈ છે. આ મામલે જૂનમાં સુનાવણી હાથ ધરાશે.
નોંધનીય છે કે પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપતી વખતે કેપિટેશન ફી, સિકયોરિટી ફી, શાળા દ્વારા સૂચવેલી ફી સિવાયની વધારાની ફી અને તે ઉપરાંતના જુદાજુદા મથાળા હેઠળ લેવાતી ફી વર્ષ ૨૦૧૧ના સરકારી ઠરાવની જોગવાઈઓની વિરુદ્ધ હોવાના આક્ષેપ સાથે પણ હાઈકો‌ર્ટમાં આ અગાઉ જાહેર હિ‌તની અરજી કરાઈ હતી. જેમાં આક્ષેપ કરાયો હતો કે વર્ષ ૨૦૧૧ના એક ઠરાવ પ્રમાણે તમામ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી‍ઓને પ્રવેશ આપતી વખતે કોઈ પણ પ્રકારના કેપિટેશન ફી, સિકયોરિટી ફી, દાન((ડોનેશન)), કે અન્ય કોઈ સ્વરૂપે કોઈ રકમ તેના વાલીઓ પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લઈ શકાશે નહીં, છતાંય અનેક શાળાઓ સરકારના ઠરાવની આ જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. જે બાદ રાજ્ય સરકારે બહાર પાડેલા નીતિમત્તાને કો‌ર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.