• Gujarati News
  • ((ઓઓ)) હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે નોકર મંડળના ધરણાં ((કેપ))તિલક બાગથી આસ્ટોડિયા દરવ

((ઓઓ)) હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે નોકર મંડળના ધરણાં ((કેપ))તિલક બાગથી આસ્ટોડિયા દરવાજા સુધી એક કલાક સુધી ટ્રાફિક જામ ((હેડ))દાણાપીઠની મ્યુનિ.કચેરીના તમામ દરવાજા બંધ, લોકોને ભારે હાલાકી પડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
અમદાવાદ મ્યુનિ.ર્કોપોરેશનના હંગામી અને પા‌ર્ટ ટાઇમ કર્મચારીઓને કાયમી કરવાની માગણી સહિ‌ત પડતર પ્રશ્નો અંગે સોમવારે અમદાવાદ મ્યુનિ.નોકર મંડળ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. નોકર મંડળના કર્મચારીઓના ધરણાંને કારણે સોમવારે બપોરે ૩થી પાંચ વાગ્યા તિલકબાગથી માંડીને છેક આસ્ટોડિયા દરવાજા સુધી ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ટ્રાફિક જામને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ અમદાવાદ મ્યુનિ.ની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીના તમામ પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવતા મુલાકાતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મુલાકાતી અને પ્રદર્શનકારીઓએ જાહેરમાર્ગ ઉપર જ વાહનો પાર્ક કરીને જતા રહેતાં ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી. એક કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.