• Gujarati News
  • ગોમતીપુરમાં ઉ‌ર્સ મેળા ટાણે ભારેલા અગ્નિ‌ની સ્થિતિ

ગોમતીપુરમાં ઉ‌ર્સ મેળા ટાણે ભારેલા અગ્નિ‌ની સ્થિતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
ગોમતીપુરમાં રવિવારે રાતે બે કોમના ટોળાં વચ્ચે થયેલા પથ્થરમારા બાદ ૩ દુકાનો તેમજ વાહનોને આગ ચાંપી દેવાતા પોલીસે ૮ ટિયરગેસના શેલ છોડયા હતા. હુલ્લડના સ્થળે પોલીસ કમિશનર શિવાનંદ ઝા, ડીસીપી, એસીપી સહિ‌તનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રવિવારે મોડી રાતે થયેલા હુલ્લડ બાદના ૨૪ કલાક બાદ પણ પોલીસના અધિકારીઓ હુલ્લડના કારણો જાણી શક્યા નથી. પોલીસ હુલ્લડ કરનારા મુખ્ય તત્ત્વોને ૨૪ કલાક બાદ પણ ઝડપી પાડવામાં નિષ્ફળ નીવડી છે. હુલ્લડના વિસ્તારમાં જ ઉ‌ર્સનો મેળો હોવાથી ભારેલા અગ્નિ‌ જેવી સ્થિતિ સર્જા‍ઈ છે. ફરીથી કોઈ ભાંગફોડ પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસતંત્ર તરફથી એસઆરપીના ૧૦૦ જવાનો ઉપરાંત લોકલ પોલીસના ૩પ૦ જવાનોનો કાફલો ખડકી દીધો છે. પોલીસે સ્થાનિકો સાથે શાંતિ જાળવવા માટે મીટિંગ કરી છે.