• Gujarati News
  • અમિત જેઠવા કેસમાં કોન્સ. બહાદુરસિંહે જામીન માગ્યા

અમિત જેઠવા કેસમાં કોન્સ. બહાદુરસિંહે જામીન માગ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
અમિત જેઠવા હત્યાકેસમાં ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરે પોતાની પત્નીના ઓપરેશન માટે પૈસાની વ્યવસ્થા કરવા તેમજ તેની સાથે રહેવા માટે ૧પ દિવસના વચગાળા જામીન માટે સેશન્સ કો‌ર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં પક્ષકારોની રજૂઆતના અંતે એડિ. સેશન્સ જજ પી.વી.મારૂએ પોતાનો ચુકાદો ૩૦મી મેએ નિયત કર્યો છે.
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકેસમાં ધરપકડ કરાયેલા કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરે તેમની પત્નીના ગાયનેક બીમારીથી પીડાઇ રહ્યા છે જેથી તેમની સાર સંભાળ રાખવા માટે ૧પ દિવસના વચગાળાના જામીન આપવાની દાદ માગી હતી. વાઢેરના એડ્વોકેટ વિમલ સોલંકીએ કો‌ર્ટમાં કહ્યું કે, પો.કો.ની પત્ની એકલાં રહે છે.