• Gujarati News
  • અમૃત વૈદ્ય પર ફાયિંરગ પ્રકરણમાં છ સાધક ભૂગર્ભમાં

અમૃત વૈદ્ય પર ફાયિંરગ પ્રકરણમાં છ સાધક ભૂગર્ભમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
આસારામ સામેના અનેક કેસમાં નિવેદન આપનાર તેમજ આસારામ સામે ખુલ્લેઆમ વિરોધ દર્શાવનાર વૈદ્યરાજ અમૃત પ્રજાપતિ પર રાજકોટમાં શુક્રવારે ફાયિંરગ થયું હતું. હોસ્પિટલના બિછાનેથી વૈદ્ય પ્રજાપતિએ આસારામના છ સાધકોના નામ આપતા પોલીસ ટુકડી અમદાવાદ દોડી ગઇ હતી. પરંતુ છએય સાધકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય પોલીસને હાથ આવ્યા નહતા.
રાજકોટના પેડલ રોડ પર આવેલા ઓમશાંતિ આરોગ્યધામ ખાતે દર્ર્દી‍ઓના નિદાન માટે શુક્રવારે સવારે ૯.૩૦ વાગ્યે રાજકોટ આવેલા વૈદ્ય અમૃત પ્રજાપતિ પર બપોરે એક વાગ્યાના અરસામાં ક્લિનિકમાં જ અજાણ્યા શખ્સે ફાયિંરગ કરી હત્યાની કોશિશ કરી હતી. દર્દીના સ્વાંગમાં ક્લિનિકમાં ઘૂસેલા શખ્સે પ્રજાપતિ પર ભડાકો કર્યો હતો.