• Gujarati News
  • વેકેશન ૨૦૧૪ ફન પાર્કમાં મોટી દુઘ્ર્‍ાટના ટળી

વેકેશન ૨૦૧૪ ફન પાર્કમાં મોટી દુઘ્ર્‍ાટના ટળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
અમદાવાદ શહેરના હેલ્મેટ સર્કલ પાછળ જીએમડીસી ગ્રાઉન્ડમાં વેકેશન ૨૦૧૪ ફન પાર્ક’માં રવિવારે રાતે ૧૦ વાગ્યે એક ચકડોળની સીટ તૂટીને નીચે પડતાં નાસભાગ મચી ગઇ હતી. જમીન ઉપર ફરતા ચકડોળની સીટ તૂટતા સર્જા‍યેલી આ દુઘ્ર્‍ાટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોને ઇજાઓ થઇ હતી. આનંદમેળાના સંચાલકોએ તાત્કાલિક ૧૦૮ને બોલાવીને ત્રણેય ઇજાગ્રસ્તોને વસ્ત્રાપુર સંજીવની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ દુઘ્ર્‍ાટનામાં ઘવાયેલામાં બોપલના રહીશ પ્રવીણ શ્રીવાસ્તવ ((૩૪)), મિનલ માથુર ((૩૬)) અને જુહી શ્રીવાસ્તવનો ((૮)) સમાવેશ થતો હતો.