• Gujarati News
  • ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ૪ ઘાયલ, એકનું મોત

ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં ૪ ઘાયલ, એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહેલા મુસ્લિમ પરિવારને રવિવારે વહેલી સવારે અજિત મિલ પાસે ટ્રક સાથે અકસ્માત થતાં ચાર લોકો ઘાયલ થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યારે આ ઘટનામાં પરિવારના એક શખસનું મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે રખીયાલ પોલીસે ટ્રક ડ્રાઈવર સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
અજિત ટેક્સટાઈલ મિલ પાસે આવેલી શહેરી ગરીબ યોજનામાં રહેતા સફરૂદ્દીન અંસારી તેમના પરિવાર સાથે માધુપુરા લગ્નમાં હાજરી આપી અમદાવાદ પરત આવતા હતાં ત્યારે રખીયાલ અજિત મિલ ચાર રસ્તા પાસે ટ્રક સાથે તેમની ઈન્ડિકા કારનો અકસ્માત થયો હતો. જેમાં સફરૂદ્દીન અંસારીનું આ ઘટનામાં મોત નિપજ્યું હતું.

જ્યારે તેમના પત્ની અને બાળકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.