• Gujarati News
  • ((ઓઓ)) હવાલા કૌભાંડ : અફરોઝ ફટ્ટાને જેલ ભેગા કરાયોઅફરોઝ ફટ્ટાએ કાયમી જામીન માંગ્યા : સુનાવણી ૨૭મી મ

((ઓઓ)) હવાલા કૌભાંડ : અફરોઝ ફટ્ટાને જેલ ભેગા કરાયોઅફરોઝ ફટ્ટાએ કાયમી જામીન માંગ્યા : સુનાવણી ૨૭મી મેના રોજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
પાંચ હજાર કરોડના હવાલા કૌભાંડમાં એન્ફો‌ર્સમેન્ટ ડિરેક્ટોરેટ ((ઇડી))એ અફરોઝ ફટ્ટાના રિમાન્ડ પૂરા થતાં રવિવારે તેને ગ્રામ્ય કો‌ર્ટમાં રજૂ કર્યો હતો, પરંતુ તેના વધુ રિમાન્ડની માગ ન કરતાં ગ્રામ્ય કો‌ર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. જ્યુડિશિયલ કસ્ટડીમાં ફેરવાયેલા ફટ્ટાએ કાયમી જામીન મેળવવા અરજી કરી છે. અરજી ગ્રામ્ય કો‌ર્ટ દાખલ કરી આ અંગેની વધુ સુનાવણી ૨૭મીએ નિયત કરી છે. હવાલા કૌભાંડમાં સુરતના અફરોઝ ફટ્ટાની ઇડીએ વારંવાર પૂછપરછ બાદ બુધવારે અફરોઝની ધરપકડ કરી હતી. જોકે ફટ્ટાએ કાયમી જામીન પર મુક્ત થવા માટે અરજી કરી હતી.