• Gujarati News
  • અમૃત પ્રજાપતિને પોલીસ સુરક્ષા

અમૃત પ્રજાપતિને પોલીસ સુરક્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: રાજકોટમાં થયેલા ફાયિંરગમાં વૈધ અમૃત પ્રજાપતિ ઘવાતા તેમને રવિવારે શહેરના નરોડા પાટિયા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતા. જોકે ખાનગી હોસ્પિટલ માફક ન આવતા તેઓ એસપી િંરગ રોડ પર આવેલા પોતાના ઘરે પહોંચી ગયા હતા. જોકે આસારામના સાગરીતો દ્વારા થતા વારંવાર હુમલાઓથી અમૃત પ્રજાપતિના જીવને જોખમ હોવાથી તેમને ઓઢવ પોલીસ સુરક્ષા આપવામાં આવી હોવાનું તેમનાં પત્ની સરોજબહેને દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. સરોજબહેને તેમની સુરક્ષા અંગે નરેન્દ્ર મોદી પાસે પણ મદદ માગી હોવાનું કહ્યું હતું.