• Gujarati News
  • રિલા. મા‌ર્ટના અમદાવાદમાં બીજા સ્ટોરની શરૂઆત

રિલા. મા‌ર્ટના અમદાવાદમાં બીજા સ્ટોરની શરૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
રિલાયન્સ મા‌ર્ટે અમદાવાદમાં તેના બીજાં સ્ટોરની શરૂઆત કરી છે. ડ્રાઇવઇન વિસ્તારમાં શરૂ કરેલા અને ૨૭૦૦૦ સ્ક્વેર ફુટમાં પથરાયેલા આ સ્ટોરમાં જીવનજરૂરિયાતની ૧૦૦૦૦થી વધુ ચીજવસ્તુઓ ઉપલબ્ધ રહેશે. જેમાં ખેતરમાંથી સીધા સ્ટોરમાં આવતાં તાજા ફળો-શાકભાજી, લાઇવ બેકરી આઇટેમ્સ વગેરેનો સમાવેશ કરાયો હોવાનું રિલાયન્સ મા‌ર્ટના સીઇઓ દામોદર માલે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં અમે હાલમાં ગુજરાતમાં ૬૦ સ્ટો‌ર્સ ખોલ્યા છે. તેની સંખ્યા આગામી વર્ષોમાં ૧૦૦ સુધી લઇ જવાનો અમારો ટાર્ગેટ છે.ઉદ્ઘાટન પ્રસંગે હાજર અમૂલના એમડી આરએસ સોઢીએ
જણાવ્યું કે, અને રિલાયન્સ મા‌ર્ટમાં અમૂલની આઇસ્ક્રીમ, ચીઝ સહિ‌તના ઉત્પાદનો પણ ઉપલબ્ધ રહેશે.
અમૂલ તેની સુપરમાર્કેટ રિટેલ વેચાણ ઉપર ન્યૂનતમ ૨ ટકા અને પસંદગીની પ્રોડક્ટ ઉપર ગ્રાહકોને પાંચ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની પણ યોજના
જાહેર કરી છે. રિલાયન્સ રિટેલ દેશભરમાં ૧૪૬ શહેરોમાં ૧૬૯૧ સ્ટો‌ર્સ ઓપરેટ કરે છે. ખાસ કરીને ગુજરાતનું મોટુ માર્કેટ છે.