• Gujarati News
  • ભારતીનો નફો ૮૯ ટકા વધ્યોૃચ્ ’૪૮ કંપનીના પરિણામ જાહેરૃચ્ ’

ભારતીનો નફો ૮૯ ટકા વધ્યોૃચ્/’૪૮ કંપનીના પરિણામ જાહેરૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ભારતી એરટેલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, ટીવીએસ મોટ‌ર્સ સહિ‌તની સંખ્યાબંધ કંપનીઓના માર્ચ-૧૪ના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળા માટેના પરીણામો મિશ્ર રહ્યા છે. ભારતીનો ક્યૂ૪ નફો ૮૯ ટકા વધ્યો છે. તો સામે જિંદાલ સ્ટીલનો નફો ૨૮ ટકા ઘટયો છે. ટીવીએસ મોટરે ખોટ સામે નફો નોંધાવ્યો છે. તો હેક્ઝાવેરે નબળી કામગીરી છતાં શેરહોલ્ડ‌ર્સને ૧પ૦ ટકા ડિવિડન્ડની લહાણી કરી છે. કંપનીના નફા પર તેઓના શેરના ભાવ પર પણ અસર જોવા મળી હતી.
@ભારતી એરટેલનો નફો ૭૯ ટકા વધ્યો
ભારતી એરટેલનો ત્રિમાસિક ચોખ્ખો નફો ૮૯ ટકા વધી રૂ. ૯૬૨ કરોડ ((રૂ. પ૦૯ કરોડ)) થયો છે. કુલ આવકો ૧૩.પ ટકા વધી રૂ. ૨૨૨૧૯ કરોડ ((રૂ. ૧૯પ૮૨ કરોડ)) થઇ છે. સમગ્ર વર્ષ માટેનો નફો ૨૧.૮ ટકા વધી રૂ. ૨૭૭૩ કરોડ ((રૂ. ૨૨૭૬ કરોડ)) થયો છે.
@ડાબરનો નફો ૧૭.૩ ટકા વધી રૂ.૨૩પ.૨૯ કરોડ
ડાબર લિમિટેડનો માર્ચ ૨૦૧૪ના ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો ૧૭.૩૨ ટકા વધીને રૂ.૨૩પ.૨૯ કરોડ ((રૂ.૨૦૦.પપ કરોડ)) થયો છે. ચોખ્ખા વેચાણો ૧પ.પ૩ ટકા વધી રૂ.૧૭૬૯.૦૨ કરોડ ((રૂ.૧પ૩૧.૦૯ કરોડ)) થયા છે.
@ટીવીએસ મોટરનો નફો રૂ.પ૨.૧૨ કરોડ થયો
ટીવીએસ મોટ‌ર્સનો ચોખ્ખો નફો રૂ.પ૨.૧૨ કરોડ (( રૂ.૩૨.૭૨ કરોડની ખોટ)) થયો છે. કુલ વેચાણો વધીને રૂ.૨૧૨૦.૭૭ કરોડ ((રૂ.૧૭પ૨.૧૬ કરોડ)) થયા છે. કંપનીએ રૂ.૭પ પૈસાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.
@હેક્ઝાવેરે ૧પ૦ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું
હેક્ઝાવેર ટેકનોલોજીસનો ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો ૧૧.૦૩ ટકા ઘટીને રૂ.૭૦.૩ કરોડ ((રૂ.૭૯.૦૩ કરોડ)) થયો છે. જોક આવક ૧૬ ટકા વધીને રૂ.પ૮૮.૯ કરોડ ((રૂ.પ૦૭.૭)) કરોડ રહી છે. પહેલું વચગાળાનું ડિવિડન્ડ રૂ.૩ જાહેર કર્યું છે.
@જીંદાલ સ્ટીલ એન્ડ પાવરનો નફો ૨૮ ટકા ઘટયો
જીંદાલ સ્ટીલ એન્ડ પાવર લિ.નો ત્રિમાસિક ચોખ્ખો નફો ૨૮ ટકા ઘટીને રૂ.૪૦૨.પ ((રૂ.પ૬૨ કરોડ)) થયો છે. વેચાણો ૧૬ ટકા ઘટીને ૭.૬૬ લાખ ટન ((૯.૦૮ લાખ ટન)) રહ્યાં છે. ટર્નઓવર પ ટકા ઘટીને રૂ.પ૧૦૩ કરોડ ((રૂ.પ૩૭૭ કરોડ)) રહ્યાં છે.