• Gujarati News
  • જીટીયુની પરિક્ષા કામગીરીમાં વેઠ વાળનારા ૬૦ પ્રોફેસરો દંડાયા

જીટીયુની પરિક્ષા કામગીરીમાં વેઠ વાળનારા ૬૦ પ્રોફેસરો દંડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ, અમદાવાદ
ગત નવેમ્બર- ડિસેમ્બર ૨૦૧૩માં યોજાયેલી જીટીયુની સેમીસ્ટરની પરિક્ષાની કામગીરીમાં શિક્ષણ વિભાગને સહયોગ ન આપીને કામગીરીમાં વેઠ વાળનારા ૬૦ જેટલાં પ્રોફેસરો સામે એક્ઝિામીનેશન ડિફોલ્ડ ઇન્કવાયરી કમિટીએ શિક્ષાત્મક પગલાં લઇને રૂ. પ૦૦નાં દંડ સહિ‌ત મહેનતાણું કાપી લેવાનાં દંડાત્મક પગલાં લીધાં છે, જેમાંથી ચાર પ્રોફેસરોએ દાખવેલી ગંભીર બેદરકારી બદલ કડક પગલાં લીધા હોવાનું જાણવા મળ્યું છે.
સુત્રોનાં જણાવ્યાં મુજબ, ગત નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૩માં જીટીયુ દ્વારા સેમીસ્ટર પરિક્ષાઓ યોજાઇ હતી, આ પરિક્ષાનાં સંદર્ભમાં શિક્ષણ વિભાગ દ્વારા એક હજાર જેટલાં પ્રોફેસરોને પરિક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ, આ એક હજાર પ્રોફેસરોમાંથી ૬૦ જેટલાં પ્રોફેસરો એ તેમની કામગીરી દરમિયાન વેઠ વાળી હોવાનું શિક્ષણ વિભાગને જાણવા મળ્યું હતું. જેથી આ અંગેની તપાસ એક્ઝિામીનેશન ડિફોલ્ડ ઇન્કવાયરી કમિટીને સોંપવામાં આવી હતી. આ કમિટીએ કરેલી ઇન્કવાયરીમાં જાણવા મળ્યું હતું કે, એક હજારમાંથી ૬૦ જેટલાં પ્રોફેસરોએ પેપર તપાસવામાં વધુ સમય લીધો હતો, નિયમ પ્રમાણ પેપર તપાસ્યાં ન હતા જેવાં કારણો સામે આવ્યાં હતા. જેથી આ પ્રોફસરો સામે કમિટીએ નિયમ પ્રમાણે શિક્ષાત્મક પગલાં લીધાં છે. જેમાં પ્રોફેસરોએ દાખવેલી બેદરકારી બદલ રૂ. પ૦૦નાં દંડથી લઇને મહેનતાણું કાપવાની સજા કરવામાં આવી છે. જયારે આ ૬૦માંતી ચાર પ્રોફેસરોએ જેમણે ગંભીર બેદરકારી દાખવી છે તેમની સામે કડક પગલાં લઇને તેમની બેદરકારી અંગે તેમનાં સર્વિ‌સ ર્રેકડમાં નોંધ કરવાનું સુચન કરવામાં આવ્યું છે.