• Gujarati News
  • પીએફ જમા નહીં કરાવતા ડિફોલ્ટર સામે કાર્યવાહી ૃચ્ ’

પીએફ જમા નહીં કરાવતા ડિફોલ્ટર સામે કાર્યવાહી ૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
કર્મચારીઓનાં પગારમાંથી પ્રોવિડંડ ફંડનો હિ‌સ્સો કંપનીઓ કાપ્યા બાદ તેટલીજ રકમ તેમાં ઉમેરી પીએફ ઓફિસમાં જમા કરવાની હોય છે. પરંતુ ઘણી કંપનીઓ પીએફના આ નાણાં પીએફ ઓફિસમાં જમા કરાવતી નથી. ત્યારે આવી ડિફોલ્ટર કંપનીઓ સામે ઇપીએફઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. જેના પગલે માર્ચમાં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં શહેર રિઝનમાં જ આવી વિવાદાસ્પદ ૮પ૦થી વધુ કંપનીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યારે કેટલીક કંપનીઓ સામે મિલકત જપ્ત કરવા સહિ‌તના મુદ્દે પોલીસ કેસ પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે માહિ‌તી આપતા પીએફ ઓફિસના સૂત્રોએ કહ્યું કે, કર્મચારીઓના પ્રોવિડંડ ફંડના નાણાં કાપી પીએફ જમા નહીં કરાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં લેણાની રકમ જમા ન કરાવી હોય તેવી અમદાવાદ ઓફિસના કાર્યક્ષેત્રમાં આવતી ૭૦ જેટલી કંપનીઓ સામે અને અમદાવાદ રિઝનમાં આવતી ૧૮૨ જેટલી કંપનીઓ સામે કાર્યવાહી કરી આવા કેસોનો નિકાલ કરાયો છે.