• Gujarati News
  • લેપટોપ તથા આઈફોન ચોરતો કિશોર પકડાયો

લેપટોપ તથા આઈફોન ચોરતો કિશોર પકડાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
ધોરણ.૬ ભણેલો કિશોર લેપટોપ અને આઈફોનની ચોરી કરતા પકડાયો હતો. ક્રાઈમ બ્રાંચે ગઈકાલે લાલ દરવાજા વિસ્તારમાંથી કિશોરને પકડી તપાસ હાથ ધરતા રાણીપના એક મકાનમાંથી તેણે લેપટોપ અને પાંચ આઈફોનની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. ક્રાઈમ બ્રાંચના પી.આઈ જે.એસ.ગેડમને મળેલી બાતમીના આધારે લાલા દરવાજા પાસેથી એક લેપટોપ અને પાંચ આઈફોન સાથે રાખીને ઊભા રહેલા કિશોરની ધરપકડ કરી હતી. કિશોરે કબૂલાત આપી કે, ૧૬ એપ્રિલે વહેલીસવારે રાણીપ વિસ્તારના એક મકાનમાંથી લેપટોપ અને પાંચ આઈફોન મળી કુલ રૂ.પપ હજારની માલમતા ચોરી કરી હતી.