• Gujarati News
  • દોહિ‌ત્રીને કો‌ર્ટ રાહે દીકરીને કસ્ટડી માટે૧૮૧ને ફોન કર્યો

દોહિ‌ત્રીને કો‌ર્ટ રાહે દીકરીને કસ્ટડી માટે૧૮૧ને ફોન કર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: શહેરની બહેરામપુરામાં રહેતી નીતાએ ૮ મહિ‌ના પહેલા આર્થિ‌ક સંકડામણને કારણ કો‌ર્ટના ઓ‌ર્ડ‌રથી પોતાની પ વર્ષની પુત્રીને તેનાસાસરિયાંને સોંપવી પડી હતી. ૮ મહિ‌ના મહેનત કરીને આર્થિ‌ક સધ્ધર થઇ દીકરીને તેની પુત્રીની કાયદાકીય કસ્ટડી અપાવવા માટે ૧૮૧ હેલ્પ લાઇન પર ફોન કર્યો હતો. અને ૧૮૧ હેલ્પ લાઇનના કાઉન્સિલર પાસે કાયદાકીય માહિ‌તી માંગી હતી. તેમજ તેમને દીકરી મળી શકે કે નહીં? તેમજ જો મળી શકે તો શું કાર્યવાહી કરવી પડે જેવા સવાલ કર્યા હતા. જે અંગે ૧૮૧ હેલ્પ લાઇનના કાઉન્સિલરે માહિ‌તી આપી હતી. તેમજ વધુ માહિ‌તી માટે સિટી સિવિલ કાઉન્સિલિંગમાં જવા માટે જણાવ્યું હતું.તેમજ સિટી સિવિલ કાઉન્સિલિંગનો સંપર્ક પણ કરી આપ્યો હતો.