• Gujarati News
  • બાવળાના રાશમમાં ઘરફોડ ચોરી

બાવળાના રાશમમાં ઘરફોડ ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવારે મકાન માલિકને ચોરીની જાણ થતા બાવળા પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
બાવળા તાલુકાના રાશમમાં રહેતા મહેમુદભાઇ ભીખાભાઇ સીપાઇ ખેતી કરીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે. તેઓએ થોડા દિવસ પહેલા જ ઘઉં વેચ્યા હતા. જેના રપ હજાર રૂ. આવેલા તે ઘરની તિજોરીમાં રાખ્યા હતા. હાલમાં કાળઝાળ ગરમીની સિઝન શરૂ થતા લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઘરની બહાર ખુલ્લામાં સુવાની શરૂઆત કરી છે. મહેમુદભાઇ પણ રાતે ગરીમથી છુટકારો મેળવવા માટે ઘરને તાળું મારીને ઘરના સભ્યો સાથે ઘરની બહાર સુતા હતા.
મોડીરાતે કોઇ અજાણ્યા ચોરોએ ત્રાટકીને ઘરનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલી લોખંડની તિજોરી તોડી સામાન વેર વિખેર કરી તેની અંદર રહેલા ઘઉંના રપ હજાર રોકડા, ૭૦૦ ગ્રામ ચાંદીની ઝાંઝરી બે જોડી તેમજ એક તોલા સોના હીયરીંગ મળી કુલ પ૭ હજાર રૂપિયાનો મુદામાલ તથા તિજોરીની બાજુમાં મુકેલી સુટકેશ ઉપાડીને નાસી છૂટયા હતા.
વહેલી સવારે પાંચ વાગે તેઓ ખેતરમાં જવા માટે પત્ની મુમતાજબેન સાથે જાગીને જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો તેમજ તિજોરી તૂટેલી હતી અને સરસામાન વેરવિખેર પડયો હતો.
જેથી ચોરી થયાનું માલુમ પડતા આજુબાજુમાં તપાસ કરતા નારાયણભાઇ ભરતભાઇના ખેતરમાં સુટકેશ તૂટેલી હાલતમાં પડી હતી. જેથી તેમણે બાવળા પોલીસમાં જઇ ચોરીની ફરિયાદ નોંધાવતા બાવળા પોલીસે ચોરીનો ગુનો નોંધી નાસી છુટેલા ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.