• Gujarati News
  • એમ.પીની ગેંગના લીડરને પકડવા ટીમ મુરેના પહોંચી

એમ.પીની ગેંગના લીડરને પકડવા ટીમ મુરેના પહોંચી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
પ્રકાશ-પંકજ સોની ઉપરાંત સી.જી.રોડના જ્વેલ‌ર્સ પાસેથી ખંડણીઓ વસૂલનારી મધ્યપ્રદેશની ગેંગના ચાર લુટારુઓને સાથે લઈને ક્રાઈમ બ્રાંચની ટીમ પુન: મધ્યપ્રદેશના મુરેના પહોંચી છે. ચારેય લુટારુને સાથે રાખી ગેંગના મુખ્ય સૂત્રધાર વિશાલને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. બીજી તરફ, ખંડણીના રૂપિયા જે ખાતામાં જમા કરાયા હતા તે ખાતાઓની પણ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશની લુટારુ ગેંગનો વોન્ટેડ લીડર વિશાલના પરિચિતના બે બેન્ક ખાતા વર્ષ ૨૦૧૧થી ઓપરેટ કરવામાં આવ્યા હતા. આ ખાતામાં જ અમદાવાદના સોનીઓ દ્વારા ખંડણીના નાણાં જમા કરાવાયા છે. જેની વિગતો ક્રાઈમ બ્રાંચે બેન્ક પાસેથી મેળવી છે. આ પરિચિતની ભૂમિકા પણ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસવામાં આવી રહી છે. ગેંગના સભ્યો પકડાયા પછી પણ વિશાલની ખંડણી વસૂલવા માટે ધમકીભર્યા ફોન ચાલુ હોવાની વિગતો પણ ક્રાઈમ બ્રાંચની તપાસમાં બહાર આવી છે.