• Gujarati News
  • સોનાની દાણચોરીના કેસમાં ઝડના વેપારીના આગોતરા રદ

સોનાની દાણચોરીના કેસમાં ઝડના વેપારીના આગોતરા રદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
દુબઈથી સોનાની દાણચોરી કરવાના કેસમાં સંડોવાયેલા ઇન્દોરના વેપારી અભિષેક ગોયલે ધરપકડ ટાળવા માટે સેશન્સ કો‌ર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કો‌ર્ટે ફગાવી દીધી છે. દુબઇથી દેશમાં સોનાની આયાત કરવાના કેસમાં ડીઆરઆઈએ ખંભાતના વેપારી સંજય પટેલની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછમાં ઇન્દોરના વેપારી અભિષેક ગોયેલની સંડોવણી બહાર આવી હતી. અરજીની સુનાવણીમાં ખાસ સરકારી વકીલ સુધીર ગુપ્તાએ કો‌ર્ટ રજૂઆત કરી હતી કે, સંજય પટેલ અને અભિષેક ગોયલ વચ્ચેના વોટ્સ એપ મેસેજના આધારે સમગ્ર કેસમાં સંડોવણી છતી થાય છે. ઉપરાંત, સોનાની દાણચોરી અટકાવવા માટે દેશવ્યાપી કૌભાંડની તપાસ માટે આરોપી અભિષેક ગોયલની પૂછપરછ જરૂરી છે.