• Gujarati News
  • ((ઓઓ)) કાળઝાળ ગરમીના કારણે કો‌ર્ટનો સમય સવારનો કરવા હાઇકો‌ર્ટની મંજૂરી મંગાઇનોન પ્રેક્ટિસિંગ એડ

((ઓઓ)) કાળઝાળ ગરમીના કારણે કો‌ર્ટનો સમય સવારનો કરવા હાઇકો‌ર્ટની મંજૂરી મંગાઇનોન પ્રેક્ટિસિંગ એડ્વોકેટ માંદગી અને મૃત્યુ સહાય મેળવનારાને નોટિસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. અમદાવાદ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની રવિવારે મળેલી બેઠકમાં આગામી દિવસોમાં ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખી કો‌ર્ટના સમયમાં ફેરફાર કરી સવારે ૭.૩૦થી ૧૨.૦૦નો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે નિિષ્ક્રય એડ્વોકેટ વેલ્ફેર ફંડના સભ્યપદ મેળવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મૃત્યુ સહાય અને માંદગી સહાયનો લાભ મેળવનારા એડ્વોકેટ્સને નોટિસ જારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બંને ઠરાવ ગુજરાત હાઈકો‌ર્ટની મજૂરી અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
ગરમીનો પારો ૪૨ સુધી પહોંચી ગયો છે તે પરિસ્થિતિના કારણે વકીલો અને પક્ષકારો નિયમિતરીતે કો‌ર્ટમાં હાજર રહી શકતા નથી, જે બાબતની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારોએ ગંભીર નોંધ લઇ તાલુકા અને જિલ્લામાં કો‌ર્ટનો સમય સવારે ૭.૩૦થી ૧૨.૦૦નો કરવાનું સર્વાનુમતે ઠરાવી હાઈકો‌ર્ટને મંજૂરીની મહોર માટે મોકલી આપવાનો નિર્ણય કર્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન અનિલ સી. કેલ્લાએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સ્ટેટરોલ પર નોંધાયેલા ૭૦ હજાર વકીલો પૈકી ત્રણ હજાર વકીલો વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા નથી. તેઓ માત્ર વકીલની સનદ મેળવી અન્ય વ્યવસાયિક કે અન્ય કામગીરી કરે છે. તેવા વકીલોને એડ્વોકેટ વેલ્ફેર ફંડના સભ્યપદ મેળવી મૃત્યુ સહાય તેમજ માંદગી સહાયનો લાભ લઈ રહ્યા છે. તેવા તમામ વકીલાત ન કરતા વકીલોને નોટિસ જારી કરવાનો નિર્ણય
લેવાયો છે.
રાજ્યની સાત યુનિ.ની ૪૦ લૉ કોલેજોના ઇન્સ્પેક્શનની કામગીરી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને સુપરત કરવા તેમ જ ઇન્સ્પેકશન માટે ત્રણ સભ્યો પૈકી બે સભ્યો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ફરજિયાત રાખવા માટેનો નિર્ણય લેવાયો છે.