• Gujarati News
  • રિક્ષામાં આવેલાં ૪ ગઠિયાં મહિ‌લાનું મંગળસૂત્ર તોડી ગયાં

રિક્ષામાં આવેલાં ૪ ગઠિયાં મહિ‌લાનું મંગળસૂત્ર તોડી ગયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: શહેરકોટડામાં રિક્ષામાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સ અને એક અજાણી મહિ‌લા ભેગા મળી મહિ‌લાનું મંગળસૂત્ર તોડી પલાયન થઈ ગયાં હતાં. નરોડાનાં શારદાબહેન મકવાણા શનિવારે બપોરે વિજયમિલ ફાયરબ્રિગેડથી અરવિંદ મિલ પાસે આવેલા કોમર્શિ‌યલ દવાખાના સુધીના રસ્તેથી પસાર થતાં હતાં ત્યારે રિક્ષામાં આવેલા ત્રણ અજાણ્યા પુરુષ અને એક મહિ‌લા શારદાબહેના ગળામાંથી તેમની નજર ચૂકવી ૪૨ હજારની કિંમતનું મંગળસૂત્ર તોડી ગયાં હતાં. શારદાબહેને શહેરકોટડા પોલીસમથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.