• Gujarati News
  • ક્રાઈમ બ્રાંચે સુદામા રિસો‌ર્ટ પર દોરડો પાડી સટ્ટાબેટિંગનું નેટવર્ક પકડયું

ક્રાઈમ બ્રાંચે સુદામા રિસો‌ર્ટ પર દોરડો પાડી સટ્ટાબેટિંગનું નેટવર્ક પકડયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી સુદામા રિસો‌ર્ટમાંથી શહેર ક્રાઈમ બ્રાંચે સટ્ટાબેટિંગનું નેટવર્ક પકડયું છે. પોલીસે આઈપીએલની મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસે ૮ મોબાઈલ, એક ટીવી, ૧૭ હજાર રૂપિયા રોકડા અને સટ્ટા અંગેની વિગતો કબજે લીધી છે. આઈપીએલ મેચ શરૂ થઇ ત્યારથી શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના સંભવિત સ્થળે સટ્ટાબેટિંગ પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર ભાવેશ રોઝિયાને માહિ‌તી મળી હતી કે પાલડી વિસ્તારમાં આવેલી કુખ્યાત સુદામા રિસો‌ર્ટમાં આ રેકેટ ચાલી રહૃ•|ું છે. તેમણે પીએસઆઈ આર.આઈ. જાડેજા અને એસ.બી. ઝાલાને સુદામા રિસો‌ર્ટ ખાતે રેડ કરવા સૂચના આપી હતી. જેમાં રૂમની તપાસ કરતા રૂમ નંબર ૪૦૨માં આરસીબી વિરુદ્ધ આરઆરની ટીમ પર સટ્ટો લઇ રહેલા ઇશાક ઘાંચી અને શહેઝાદ દેવડાને ઝડપી લીધા હતા. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.