• Gujarati News
  • જૂનાગઢ એચઆઈવીકાંડ મામલે હાઈકો‌ર્ટમાં સ્ટેટસ રિપો‌ર્ટ રજૂ થશે

જૂનાગઢ એચઆઈવીકાંડ મામલે હાઈકો‌ર્ટમાં સ્ટેટસ રિપો‌ર્ટ રજૂ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
જૂનાગઢ એચઆઈવીકાંડ મામલે સીબીઆઈએ મિરઝાપુર કો‌ર્ટમાં રિપો‌ર્ટ રજૂ કર્યો છે જેની પર આગામી દિવસોમાં સીબીઆઈ કો‌ર્ટમાં સુનાવણી થશે. સીબીઆઈએ ગુજરાત હાઈકો‌ર્ટના આદેશ બાદ ૨૩ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને ચડાવેલા ચેપી લોહીથી એચઆઈવીનો ચેપ કઈ રીતે લાગ્યો એ દિશામાં કરેલી તપાસના આધાર પર આ રિપો‌ર્ટ તૈયાર કરાયો છે. આ જ મામલે ગુજરાત હાઈકો‌ર્ટમાં પણ ટૂંક સમયમાં સ્ટેટસ રિપો‌ર્ટ રજૂ થશે તેવું સીબીઆઈના વકીલ યોગેશ રવાણીએ જણાવ્યું હતું.