• Gujarati News
  • ((સંદીપ)) ((ઓકે)) ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ગાડી દ્વારા દારૂ મોકલાતો ((ટોપી)) ૃચ્ ’મ્યુનિ.ની કચરાગાડીમાં

((સંદીપ)) ((ઓકે)) ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ગાડી દ્વારા દારૂ મોકલાતો ((ટોપી)) ૃચ્/’મ્યુનિ.ની કચરાગાડીમાં દેશી દારૂની મોટાપાયે હેરાફેરીનું કૌભાંડ પકડાયું ((હેડ))ૃચ્/’છારાનગરથી પ૮૦ લિટર દેશી દારૂ લઈ જવાતો હતો ((પેટા))

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
અમદાવાદ મ્યુ. ર્કોપો. દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે રાખવામાં આવેલી કચરા ગાડીની આડમાં ચાલતું દેશી દારૂની હેરાફેરીનું કૌભાંડ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયું છે. કચરાની ગાડીમાં ત્રણ બોરી ભરીને છારાનગરથી શહેરકોટડા લઈ જવાતા પ૮૦ લિટર દેશી દારૂ સાથે પોલીસે ગાડીના ડ્રાઇવર અજય પ્રતાપસિંહ ઠાકોરને ઝડપી લઈ દેશી દારૂની હેરાફેરી માટે શરૂ કરેલા નવા કીમિયાની તપાસ શરૂ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મેઘાણીનગરના ભાર્ગવ રોડ પરથી શનિવારે સવારે ૭ વાગ્યે પસાર થઈ રહેલી ર્કોપોરેશનની છોટા હાથી કચરા ગાડીને રોકી હતી. પોલીસે ગાડીની ચકાસણી કરતા તેમાં કચરાની આડમાં ત્રણ બોરીમાં છુપાવેલો પ૮૦ લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ડ્રાઇવર અજયની પૂછપરછ કરતા તે છેલ્લાં એક વર્ષથી કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી આ ગાડી ચલાવતો હતો. દારૂનો જથ્થો તેને છારાનગરની મહિ‌લા બુટલેગર અમિતા છારાએ આપ્યો હતો. આ દારૂનો જથ્થો અજય છારાનગરથી લાવ્યો હતો અને શહેરકોટડા લઈ જવાનો હતો. પોલીસે દારૂનો જથ્થો મોકલનારી અમિતા છારા અને દારૂ જ્યાં લઇ જવાનો હતો તે બુટલેગર સહિ‌તના લોકોની શોધખોળ શરૂ કરી છે.