• Gujarati News
  • હોટલ ઈડનના માલિકનો ડ્રાઇવર ૬ લાખ અને ઈનોવા ગાડી લઈ ગયોૃચ્ ’

હોટલ ઈડનના માલિકનો ડ્રાઇવર ૬ લાખ અને ઈનોવા ગાડી લઈ ગયોૃચ્/’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ
વસ્ત્રાપુર ડ્રાઈવ ઈન રોડ સનરાઈઝ પાર્કમાં રહેતા અને થલતેજ નજીક આવેલી હોટલ ઈડનના માલિક મનજીતસિંગ વાસુનો ડ્રાઇવર સંજય ખરાડે ((થલતેજ)) તા.૨૩ એપ્રિલના બુધવારે રાતે ૮ વાગ્યે ઈનોવા કાર લઇ ગયો હતો. આ કારમાં રોકડા રૂ.૬ લાખ પણ હતા. હજી સુધી તે પરત નહીં ફરતાં આ અંગે મનજીતસિંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ અંગે પીઆઈ એમ.કે.રાણાએ જણાવ્યું હતું કે સંજય મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. સંજય અગાઉ મનજીતસિંગના ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો અને ૨-૩ મહિ‌ના વતનમાં જતો રહ્યો હતો. ત્યારબાદ તે તા.૨૩ એપ્રિલેનોકરી પાછો આવ્યો હતો.